Thursday, December 26, 2024
HomeGujaratમોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાં રેતીખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેકટરને કરાઈ...

મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાં રેતીખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેકટરને કરાઈ રજુઆત

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રેતીખનન કરતા તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ સાથે દિશા નિર્દેશ સમિતિ ધ્રાગધ્રા વિધાનસભાના જીતેન્દ્રકુમાર રાઠોડ દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર કલેકટરને લેખિત રજુઆત કરાઇ છે.

- Advertisement -
- Advertisement -

રજુઆતમાં જણાવ્યા અનુસાર ધ્રાંગધ્રા-હળવદ ધુડખર અભ્યારણ સેન્ચુરી તેમજ ખાણખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસના રેતી માફિયાઓ ઉપર ચાર હાથ હોવાથી ધ્રાંગધ્રા અને હળવદ તાલુકામાં રેતી ચોરીનું દુષણ દિવસેને દિવસે વકરી રહ્યું હોય તથા કાળ બનીને દોડતા ડમ્પરએ તાજેતરમાં ઘનશ્યામગઢ ગામે એક કોળી સમાજની બાળકીનો ભોગ લીધો હતો ત્યારબાદ આજે હળવદ તાલુકાના ઘાટીલા પાસે વૃદ્ધાને રેતી ભરેલા ડમ્પરે અકસ્માતમાં ભોગ લેતા લોકોમાં રોષ ફેલાયો છે.

મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના સેન્ચુરી વિસ્તાર માં થી પસાર થતી બ્રાહમણી નદી અને સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા માં સેન્ચુરી વિસ્તાર માં થી પસાર થતી મોટી માલવણ પાસે ની ફલકુ નદી માં તેમજ ભરાડા , પાસે ની ચન્દ્રભાગા નદી માં તેમજ નારીચાણા પાસે ની ફલકુ નદી માં થી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃતિ પુરજોશ માં ચાલુ છે અને ઘુડખર અભ્યારણ સેન્ચુરી તેમજ ખાણખનીજ વિભાગ અને સ્થાનિક તાલુકા પોલીસ ના આશીર્વાદ થી ચાલતા ગેરકાયદેસર રેતી ના વોશ પ્લાન્ટ અને રેતી ખનન ના વેપલા ને લઇ ને હળવદ તેમજ ધ્રાંગધ્રા તાલુકામાં બેફામ પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો અવાર નવાર ગ્રામ્ય વિસ્તાર ના રસ્તે પસાર થતા નિર્દોષ નાગરિકો ને પણ હડફેટે લઈ ને આ અકસ્માતો માં લોકો ને જીવ ગુમાવવા નો વારો આવે છે.છતાં તંત્ર ના પેટ નું પાણી પણ હલતું નથી જેના કારણે સ્થાનિક લોકો માં ભારે રોષ વ્યાપી રહ્યો છે.આથી મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ ઘુડખર અભ્યારણ ના સેન્ચુરી વિસ્તાર માં પસાર થતી લોકમાતા સમાન નદીઓ માં અને રેવન્યુ વિસ્તાર માં ગેરકાયદેસર રેતીખનન સામે કરતા તત્વો સામે કાયદેસરના પગલાઓ લેવા યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં દિશા નિર્દેશ સમિતિ ધ્રાગધ્રા વિધાનસભા દ્વારા અંતમાં માંગ ઉઠવાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!