મોરબીના સામાંકાંઠે આવેલ શોભેશ્વર મંદિરમાં રમત-ગમતના તમામ સાધનો ઉપલબ્ધ છે. પણ શોભેશ્વર મંદિરમાં પાણીને કારણે ગારા-કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આથી, મંદિરે દર્શને આવતા ભાવિકોને હાલાકી ભોગવવી પડે છે. તેથી, આ હાલાકી નિવારવા શોભેશ્વર મંદિરના પટાંગણમાં પેવર બ્લોક પાથરવાની માંગ ઉઠી છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યાએ પાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે લોકવાયકા મુજબ મોરબીના સામાંકાંઠે આવેલ શોભેશ્વર મંદિર મહાભારતના પાંડવોના સમયનું છે. આ શોભેશ્વર મંદિરમાં ભક્તોને વિશેષ શ્રદ્ધા હોવાથી સ્થાનિક લોકોથી માંડીને બહારગામથી સેંકડો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે આવે છે. આથી, ભક્તોની સુવિધાને ધ્યાને લઈને આ મંદિરમાં તમામ સવલતો પુરી પડવાની તેઓએ માંગ કરી છે. આ મંદિરની બાજુમાં પીકનીક સેન્ટર આવેલું હોય, તેમાં પણ સુવિધાઓ વધારવાની માંગ કરી હતી. તેમજ કીચડ થવાની હાલાકી નિવરવા શોભેશ્વર મંદિરના પટાગણમાં પેવર બ્લોક પાથરવાની માંગ કરી છે.