Monday, May 20, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં દરેક વેક્સીન સેન્ટરો પર વેક્સીનનો પુરતો જથ્થો ફાળવવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી જીલ્લામાં દરેક વેક્સીન સેન્ટરો પર વેક્સીનનો પુરતો જથ્થો ફાળવવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી જીલ્લામાં વેક્સીનેશન માટે અલગ અલગ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે જ્યાં વેક્સિનનો પુરતો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ સાથે ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોસિયેશનનાં જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં મોરબી જીલ્લામાં જેટલા પણ વેક્સીન આપવા માટેના મોટા સેન્ટરો નક્કી કરવામાં આવેલ છે. તે પૈકીના મોટા ભાગના સેન્ટરો પર ખુબ જ ઓછી સંખ્યામાં વેક્સીન ના ડોઝ ફાળવવામાં આવે છે. જેના કારણે લોકોને સવારના વહેલા લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે. પરંતુ તેમ છતાં ઘણા બધા લોકોને વેક્સીન મળતી નથી. જો આવું જ ચાલશે તો કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઇ જશે તો બીજી લહેરની જેમ જ ખરાબ પરિસ્થિતિ ઉદભવશે અને લોકોના બીજી લહેર કરતા પણ વધારે મોત થવાનો સંભવ છે. જેથી મોરબી જીલ્લામાં જરૂરિયાત મુજબ વધારે વેક્સીનના ડોઝ ફાળવવામાં આવે અને બધા જ સેન્ટર પર રસી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!