મોરબી જીલ્લામાં વહીવટી કામના શિક્ષકોને એકસાથે મુક્ત કરવાના આદેશથી શિક્ષણની વહીવટી કામગીરીને પ્રતિકૂળ અસર પડવાની સંભાવનાને પગલે આ ઠરાવ અંગે ફેર વિચારણા કરવાની માંગ સાથે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કરાયેલી રજૂઆત જણાવ્યું હતું કે નવરચિત મોરબી જીલ્લામાં જીલ્લા અને તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં કારકુનની નિમણુક ન કરાતા છ વર્ષ કરતા વધુ સમયથી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં શિક્ષકો દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં હાલ વહીવટી ફરજ બજાવતા તમામ શિક્ષકોને વહીવટી કામગીરીમાંથી છુટા કરી અન્ય શિક્ષકોને મુકવા અંગે જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ઠરાવ કરાયો છે.જેને પગલે ભવિષ્યની વહીવટી મુશ્કેલી ઉભી થવાની સંભાવનાને ધ્યાને લઈને ફેર વિચારણા કરવા અંગે માંગ કરવામાં આવી છે.