મોરબીના પાનેલી ગામ નજીક પાનેલી રોડ આસપાસ પેપરમિલ અને સિરામિક એકમના ઝેરી કદડાનો નિકાલ કરવામાં આવતો હોય જે પ્રદુષણ ફેલાવનાર એકમો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે
પાનેલી ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રફાળેશ્વરથી પાનેલી રોડ પર આવેલ પેપરમિલ અને સિરામિક એકમોના માલિકો દ્વારા પેપરમિલના ઝેરી કદડો તેમજ સિરામિકના સફેદ પાવડર પાનેલી રોડ પર તેમજ ખાડામાં બેરોકટોક નાખી જતા હોય છે જેથી પ્રદુષણ ફેલાય છે અને ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે જેથી આવા ઉદ્યોગો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરાય અને પ્રદુષણ અધિનિયમ મુજબ ગુન્હો નોંધીને આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે