મોરબી જિલ્લાનાં ઉચી માંડલ ગામમાં એક પરણિત યુવતીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર ફેલાઇ છે. ચાર વર્ષ પહેલા જ યુવતીના લગ્ન થયા હતા. ત્યારે યુવતીએ કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ઉચી માંડલ ગામની સીમથી તરાવીયા શનાળા રોડ તરફ જતા માર્ગ ઉપર રહેતી ૨૪ વર્ષીય પરણિત યુવતી સરસવતી નીલય પાલે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યાની જાણ થતા જ તેના પતિ નીલય પાલે તેની પત્નીને તાત્કાલિક સારવાર માટે મોરબીની શીવમ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં સદ્નસીબે તેણીનો જીવ બચી ગયો છે. અને હાલ ભોગ બનનાર ભાનમા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આપઘાતનો પ્રયાસ કરનાર પરણિતાનાં ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને એક છોકરો પણ છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
તળાવમા નહાવા ગયેલ યુવકનું ડૂબી જતા મોત
માળીયા મી.માં આવેલ એક તળાવમાં યુવક નહાવા ગયો હતો. જ્યાં તેમના પર આફત આવી પડી હતી. ગત તા-૨૩/૧૦/૨૦૨૨ ના રોજ વિજયભાઇ ડાયાભાઇ પરમાર નામનો ૨૧ વર્ષીય યુવક માળીયા મી.નાં ચમનપર ગામ પાસે આવેલ તળાવમાં નાહવા ગયો હતો. જ્યાં નહાતી વેળાએ તળાવમા ડુબી જતા યુવકનું મોત નીપજ્યું છે. ત્યારે યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતા સ્થળ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું. પોલીસે હાલમાં પાણીમાં ડૂબવાના કારણે આકસ્મિક રીતે મોત થયા હોવાનો કેસ નોંધ્યો છે.