બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) તાલુકાના તરઘરીમાં રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ એમપીના અલીરાજપુર જીલ્લાના વતની મહેન્દ્રસિંગ કેકડીયાભાઇ મહેડાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ બાદ મૃતકનાં મૃતદેહને પીએમ અર્થે માળિયા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માળીયા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.









