મોરબી : મોરબીમાં જસમતગઢ ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં ભાઈ રાખડી બાંધવા માટે પતિ સાથે ન આવતા પત્નીએ આપઘાત કરી લીધો હતો.
મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળેલ વિગત મુજબ ગીતાબેન લલીતભાઇ માવીઉવ.૧૯ રહ હાલ જસમતગઢ ગામની સીમ માં વલ્લભભાઇ પટેલની વાડીએ તા.જી.મોરબીવાળીએ પોતાના પતિને રક્ષાબંધનમાં પોતાના ભાઇને રાખડી બાંધવા માટે સાથે આવવાનુ કહેતા પોતાના પતિની તબીયત બરાબર ના હોય જેથી સાથે આવવાની ના પાડતા જે બાબતે તેણીને લાગી આવતા પોતાની જાતે ઘાસમાં છાટવાની જંતુનાસક દવા પી જતા ચાલુ સારવાર દરમ્યાન તા. ૧૨/૦૮/૨૦૨૨ ના વહેલી સવારના સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું.


                                    






