Thursday, May 2, 2024
HomeGujaratમાળીયા : ભાઈને રાખડી બાંધીને પરત જતી બેન અને બનેવીને રસ્તામાં કાળ...

માળીયા : ભાઈને રાખડી બાંધીને પરત જતી બેન અને બનેવીને રસ્તામાં કાળ આંબી ગયો

મોરબી કચ્છ હાઈવે વીરવીદરકા ગામના પાટીયા પાસે ટ્રક હડફેટે દંપતીનું મોત

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી કચ્છ હાઈવે ઉપર વીરવીદરકા ગામના પાટીયા પાસે ટ્રક હડફેટે દંપતીનું મોત નીપજ્યું હતું. જેમાં ભાઈને રાખડી બાંધીને પરત જતી બેન અને બનેવીને રસ્તામાં કાળ આંબી ગયો હતો.

મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મહાવીરસીંહ પુથ્વીરાજસીંહ જાડેજાની વાડીએ અર્જુનનગર ની પાછળ વાધરવા તા-માળીયા મી.એ રહેતો માનસીંગ ભુરૂભાઇ ગોરવાલને તેની બહેન રજીબેન વેલસીંગભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રાખડી બાંધવા આવ્યા બાદ પરત જઈ રહી હતી. માનસીંગ પોતાના બાઈક બેન, બનેવી, ભાણેજ સાથે જતો હોય ત્યારે મોરબી કચ્છ હાઈવે વીરવીદરકા ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે આ મો.સા નંબર જી-જે-૩-બીક્યુ-૮૦૪૧ વાળાને હડફેટે લઈ મો.સામા બેસેલ ફરીયાદીને જમણા હાથમા કાન્ડાથી કોણી સુધીના ભાગમાં ગંભીર ઈજા તથા માથાના ભાગમાં સામાન્ય ઈજા પહોચાડી તેમજ ભાણેજ મનિષ વેલસીંગભાઈ રાઠવા ઉ.વ ૩ વાળાને શરીરે સામાંન્ય ઈજા પહોચાડી તેમજ બનેવી વેલસીંગ મગલસીંગ રાઠવા ઉ.વ ૩૩ વાળાને માથાના ભાગે ટ્રક નુ ટાયર ફેરવી દઈ ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવી તેમજ બેન રજીબેન વેલસીંગભાઈ રાઠવા ઉ.વ ૩૦ વાળીને કમર થી માથા સુધી ના ભાગમાં ટ્રક નુ ટાયર ફેરવી દઈ ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવી પોતાનો ટ્રક લઈ નાશી છૂટ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!