રણમાં રહસ્યમય રાક્ષસી પગલા દેખાતા રહસ્યના તાણાં-વાણાં
સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા પાટડી તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીંઠાધોડા ગામ વચ્ચે માણસના રાક્ષસી પગલા મળી આવ્યા છે. જેનું અંતર છ ફુટ જેટલુ જોવા મળ્યુ હતું. સામાન્ય રીતે માણસના પગલાઓ વચ્ચે દોઢ થી બે ફુટનું અંતર હોય છે, પરંતુ આથી આ છ ફુટના અંતરના પગલાના નિશાન દેખાતા કુતુહલ ઉભુ થયું છે અને હવે સ્થાનિક તંત્ર આ પગલા બાબતે તપાસ કરે અને આદિ માનવનું અસ્તિત્વ છે કે પછી અન્ય કોઇ કારણ તે તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે. વિદેશમાં આવી કોઇ અલૌકિક ઘટના બને છે તો તંત્ર તાકીદે સેટેલાઇટ થકી આ અલૌકિક ઘટનાના મૂળ સુધી પહોંચી એનું નિદાન કરે છે. જ્યારે અહીં તો સ્થાનિક સરકારી તંત્રએ રણ વિસ્તારની એક મુલાકાત લેવાની તસ્દી પણ લીધી નથી.
300 જેટલા પગલાં જોવા મળતા લોકોમાં કુતૂહલ પેદા થયુંદસાડા પાટડી તાલુકામાં આવેલા કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણમાં ઓડુ અને મીઠાધોડા ગામ વચ્ચે આવેલી સફેદ ક્ષાર યુક્ત જમીનમાં જયારે સ્થાનિકોએ રાક્ષસી માનવ જેવા છ ફુટના અંતર જેવા અંદાજે 300 જેટલા પગલાં જોતા લોકોમાં અનેરૂ કુતુહલ પૈદા થયું હતુ. અને આ રહસ્યમય વિરાટ માનવીના ડાબા અને જમણા પગલાઓ વચ્ચે અંતર માપતા છ ફુટનું અંતર જોવા મળ્યું હતુ. આ પગલાની દિશા જોતા પુર્વ દિશા તરફથી આવેલા રાક્ષસી માનવ ખારી વિસ્તાર ઓળંગી અને રણ તરફ ગયો હોય તેવો અંદાજ છે.
આ સમગ્ર મામલે સ્થાનિકોનું માનવુ છે કે, જો કોઇ વ્યક્તિ કુદકા મારીને જાય તો પણ ત્રણસો જેટલા પગલા ન હોઇ શકે અને બન્ને પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોય. હવે આ રાક્ષસી માણસ કોણ છે ? અને કયા ગયો છે ? તે અંગે કોઈ માહિતી સ્થાનિકોને નથી મળી. આ રણમાં મળી આવેલા છ ફુટના અંતરના પગલાઓ કોઇ સામાન્ય માનવીના ન હોઇ શકે પરંતુ કોઇ આટલી મોટી ફલાંગ કોઇ પર ગ્રહવાસી કે એલીયનની કે દાનવની માયાજાળ હોઇ શકે છે. પરંતુ હાલ આ પગલાઓ સ્થાનિકોએ જોતા રણમાં મીઠાના ભાગમાં સફેદ ભાગમાં ઉપસી આવેલા પગલાઓ સ્પષ્ટ જોઈ શકાય છે.
લોકોએ આ પગલાઓ ફરતે રાઉન્ડ કરી અને આ પગલાઓ ભુસાંય નહી તેની તકેદારી રાખી રહ્યા છે. પરંતુ હવે આ સ્થાનિક લોકોની પણ માંગ છે કે, તંત્ર આ બાબતે તપાસ આરંભી લોકોની મીઠી માનવ પરથી પડદો પાડે કે આ કોઇ બીજા ગ્રહના રાક્ષસી માનવ છે કે કોઇ બીજા ગ્રહના માનવી ? પરંતુ હવે તંત્ર ક્યારે તપાસ આરંભે છે તેની પર સ્થાનિકોની મીંટ મડાયેલી છે.
વરસાદમાં આ રાક્ષસી પગલાં ધોવાયારણકાંઠા વિસ્તારમાં પવનના સૂસવાટા અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા રણમાં જોવા મળેલા આ રહસ્યમયી રાક્ષસી પગલા ભુંસાવા લાગ્યાં છે. વિદેશમાં આવી કોઇ અલૌકિક ઘટના બને છે તો તંત્ર તાકીદે સેટેલાઇટ થકી આ અલૌકિક ઘટનાના મૂળ સુધી પહોંચી એનું નિદાન કરે છે. જ્યારે અહીં તો સ્થાનિક સરકારી તંત્રએ રણ વિસ્તારની એક મુલાકાત લેવાની તસ્દી પણ લીધી નથી.