મોરબી સિવિલ હોસ્પિટલમાં પોતાનો જીવ બચાવવા આવતા લોકો મોતની છત નીચેથી પસાર થઈ રહયા છે:હજુ એક દુર્ઘટનાની જોવાતી રાહ!
મોરબી મચ્છુ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પીએમ મોદી ની મુલાકાત સમયે નબળાઈ છુપાવવા જતા સમયે મોરબી સિવિલ હોસ્પિટલ ની પોલ છતી થઈ ગઈ હતી અને અને હાલમાં પણ મોરબી સિવિલ હોસ્પિટલમાં સાંધા કરી ને લોકોના જીવ જોખમ માં મૂકીને ગાડું ગબડાવી દેવામાં આવે છે.
જેમાં આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં જનરલ ગેટ ની ઉપર આવેલ છત જે અતિશય જર્જરિત હાલતમાં હોય તે છત ને તોડી પાડીને નવી બનાવવા ને બદલે તે જ છત ની ચારે બાજુ લોખંડ ના પીલર લગાવવામાં આવી રહ્યા છે જેમ ઝૂલતા પુલ રીનોવેશન કરવામાં માત્ર કલર કામ અને પાટિયા બદલ્યા હતા તેમજ સિવિલ માં પણ છત તોડી ને નવી બનાવવાને બદલે આ પ્રકારનાં જોખમી સાંધા કરવામાં આવી રહ્યા છે જેથી સિવિલમાં જીવ બચાવવા આવતા લોકોને ક્યારેક સિવિલ ની છત મોત બનીને ત્રાટકે તો તેના જવાબદાર કોણ ?અને આ છત માં આ રીતે પીલર લગાવવાથી છત તૂટશે નહિ આવી સલાહ કયા એન્જીનીયર દ્વારા આપવામાં આવી છે કે પછી હોસ્પિટલ ના સત્તાધીશો દ્વારા લોકોના જીવ જોખમ માં.મૂકીને આ પ્રકારના જુગાડું આઈડિયા કોણ આપી રહ્યું છે? જેવા અનેક સવાલો ઉભા થઇ રહયા છે.