રાજકોટ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. પોલિસની ટીમે સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેનાં ગુન્હામાં સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી વિગતો અનુસાર, મોરબી એસ.ઓ.જી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાને નાસતા ફરતા આરોપી પકડવા સુચના મળેલ હોય જે અન્વયે મોરબી એસ.ઓ.જી. ની ટીમ કાર્યરત હતી જે દરમિયાન PSI એમ.એસ અંસારી તથા પોલિસ હેડ કોન્સ્ટેબલ સબળસિંહને બાતમી મળેલ કે, મોરબી વીસી ફાટક પાસે આવેલ મામલતદાર કચેરીના ગેટ પાસે લાલ કલરનો આખી બાયનો શર્ટ અને કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તે વ્યક્તિનુ નામ સુનિલ ઉર્ફે જયરાજ દિલીપભાઇ કોળી છે. આ વ્યક્તિ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી દારૂના ગુનામા નાસતો ફરતો આરોપી છે. જેથી બાતમી આધારે સ્થળ પર વોચ ગોઠવી તપાસ કરતા સુનિલ ઉર્ફે જયરાજ નામનો આરોપી મળી આવેલ હતો. તેના વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કર્યા અંગેની નોધ કરી સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.