રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો જેવા કે, ચિત્રકલા, કાવ્યરચના, સંગીતગાયન અને સંગીતવાદનના આધારે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે “આઝાદી કાઅમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમના ભાગરૂપે કલાઉત્સવમાં શાળા કક્ષા થી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યો હતો.
શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ-મોરબીના કન્વીનર નરેશભાઇ સાણજાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર તરફથી આ વર્ષના કલાઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવીકે “રાષ્ટ્રદવજ નિર્માણની ઐતિહાસિક ઘટનાનું નિરૂપણ” વિશે ની ચિત્રસ્પર્ધા, “મારો વ્હાલો તિરંગો” શૌર્ય ગીતોનીકાવ્યરચના સ્પર્ધા, “ઝંડા ઉચા રહે ” વિષય પર સંગીતગાયન સ્પર્ધા અને “હર ઘર તિરંગા” વિષય પર સંગીત વાદન સ્પર્ધાનું આયોજન કરેલ છે.
જે અનુસંધાને આજ રોજ તપોવન વિદ્યાલય-મોરબી ખાતે SVS મોરબી તાલુકા કક્ષાની સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાથી કુલ 72 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ.500, રૂ.300, રૂ.200 રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કલાઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં તપોવન વિદ્યાલય-મોરબીના ચેરમેન અશોકભાઈ રંગપરીયા ખાસ ઉપસ્થિત રહીને બાળકો તથા નિર્ણાયકોનું સ્વાગત કર્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા વિકાસ સંકુલના કન્વીનર નરેશભાઇ સાણજા તથા સહકન્વીનર અતુલભાઈ પાડલીયાદ્વારા કરવામાં આવ્યું હતું. અને નંબર મેળવેલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.