તા. ૨૮ ને ગુરુવારના દિવસે ગૂરૂપૂષ્યામૃત યોગ અને સાથે પોષી પૂનમ નો ત્રિવેણી સંગમ
મોરબીના જાણીતા શાસ્ત્રી અમિતભાઈ જે. પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિ.સ.૨૦૭૭ પોષ સુદ પૂનમને ગૂરૂવાર તા.૨૮-૧-૨૦૨૧ના દિવસે સોના, ચાંદી, જમીન, મકાન, વાહન તેમજ ઉપયોગી ચીજ વસ્તુ કપડા ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે તથા આ દિવસે કુળદેવીની પૂજા યંત્રની પૂજા તથા શ્રી સુકતના પાઠ કરવા શ્રીયંત્રની સ્થાપના કરવી પણ ઉતમ રહેશે. પોષીપુનમ ગુરૂવાર અને ગુરૂ પુષ્યામૃત યોગના ત્રિવેણી સંગમથી આ બધા કાર્યો ઉતમ ફળદાયી રહેશે તથા આ દિવસે અંબાજી માતાજીનો પ્રાગટય દિવસ છે. પોષી પૂનમના દિવસે માતાજી શાંકભરી દેવીનો પ્રાગટય દિવસ છે. આથી માતાજીને લીલા શાકભાજી ધરાવવામા આવે છે. આ દિવસે નાની બાળાઓ એ વ્રત રાખી અને સાંજના સમયે ચંદ્ર ઉગે ત્યારે ચંદ્રના દર્શન કરી બાજરાનાં રોટલાની ચાનકી બનાવી તેમાથી ચંદ્રના દર્શન કરી અને ભાઈને કહે છે પોષી પૂનમની અગાસીએ રાંધ્યા અન્ન ભાઈ બહેન રમે કે જમે ત્યારે ભાઈ બોલે જમે. આમ ઘરનાં સૌ સભ્યો ભેગા મળી અને અગાશીએ ભોજન કરવું. આ દિવસથી માધ સ્નાનનો પ્રારંભ થાય છે. આ દિવસે ચંદ્રમાં ૧૬ કળાએ ખીલી ઉઠશે અને પોતાનું સંપૂર્ણ તેજ અને અમૃત તત્વ પૃથ્વી ઉપર પાડશે. પોષી પુનમના દિવસથી માધ સ્નાનનો પ્રારંભ થાય છે. આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું અને નહાવાના જળમાં ગંગાજળ ખાસ પધરાવું. સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો અને સાથી વિષ્ણુભગવાન અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું તથા તિર્થોનું સ્મરણ કરવું.
ગૂરૂપૂષ્યામૃત યોગના શુભ મૂહૂર્તો :
દિવસના ચોઘડીયા :-
શુભ : ૭.૨૮ થી ૮.૫૧
ચલ : ૧૧.૩૭ થી ૧૨.૫૯
લાભ : ૧૨.૫૯ થી ૨.૨૩
અમૃત : ૨.૨૩ થી ૩.૪૬
શુભ : ૫.૦૯ થી ૬.૩૨
રાત્રીનાં શુભ ચોઘડીયા :-
અમૃત : ૬.૩૨ થી ૮.૦૯
ચલ : ૮.૩૨ થી ૯.૪૬
અભિજિત મૂહૂર્ત :- બપોરે ૧૨.૨૮ થી ૧.૨૨