Wednesday, May 8, 2024
HomeGujaratકોરોનાને કચડવા ભલાઈ નુ ટેબલ : ટંકારા પોલીસ દ્વારા અનોખી પહેલ

કોરોનાને કચડવા ભલાઈ નુ ટેબલ : ટંકારા પોલીસ દ્વારા અનોખી પહેલ

ટંકારા લતીપર ચોકડી ખાતે પોલીસ દ્વારા માસ્ક લેવડ દેવડ કેન્દ્ર શરૂ કરાયું

- Advertisement -
- Advertisement -

 મોરબી જીલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સેવાભાવી લોકો દ્વારા સેવાની સરવાણી ફુટી છે સેવાભાવી લોકો કોઈ ને કોઈ રીતે આગળ આવી સેવાકાર્ય કરી રહ્યા છે. ત્યારે કોરોનાનાં કપરા સંજોગોમાં પોતાના ઘર-પરીવારને છોડી ફરજ પર સેવા આપી રહેલા પોલીસકર્મીઓ પણ લોકોમાં જાગૃતિ લાવવા અને કોરોના સંક્રમણને વધતુ અટકાવવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ટંકારા પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. ટંકારાની લતીપર ચોકડી ખાતે પોલીસ દ્વારા માસ્ક લેવડ દેવડ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા દાતા દ્વારા પોલીસ ને માસ્ક સેનિટાઈઝર હેનડવોસ મળ્યા એ બધુ પબ્લિકને જરૂરીયાતમંદને વિના મૂલ્યે આપવામાં આવી રહ્યું છે. હમેશા ડંડ ઉધરાવતી પોલીસ દ્વારા પ્રજા માટે જહેમત ઉઠાવી આ અનોખી પહેલ કરવામાં આવી છે અને લોકોને કોરોના સામે સાવચેતી રાખવા તથા માસ્ક પહેરવા, સેનિટાઈઝરથી વારંવાર હાથ સાફ કરવા અપિલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!