Friday, September 20, 2024
HomeNewsWakanerવાંકાનેરમાં ભિક્ષાવૃત્તિના સ્વાંગમાં મોબાઈલ ચોરી કરતી ચાર શખ્સોની ટોળકી ઝડપાઇ  

વાંકાનેરમાં ભિક્ષાવૃત્તિના સ્વાંગમાં મોબાઈલ ચોરી કરતી ચાર શખ્સોની ટોળકી ઝડપાઇ  

વાંકાનેરમાં ભિક્ષાવૃત્તિ કરતા હોવાનો સ્વાંગ રચી મોબાઈલ ચોરી કરતી ચાર શખ્સોની ચંડાળચોકડીને વાંકાનેર સીટી પોલીસે ૧૫ મોબાઈલ, ૧ લેપટોપ અને ૧ ચોરીના ગુન્હામાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ચોરેલા મોબાઇલની ખરીદી કરતા ચોટીલા પંથકના ૧ શખ્સને પણ પોલીસે આરોપીના આધારે ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

ચંદ્રપુર ગામ નજીક આવેલા ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા દંગા પાસેથી ટ્રિપલ સવારીમાં નીકળેલા શખ્સોને અટકાવી બાઈકના કાગળો માંગતા ત્રણેય શખ્સો ગોળ ગોળ જવાબ આપતા હોય બાઈકના નંબર તથા એન્જીન-ચેસીસ નંબરના આધારે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી જાણવા મળ્યું હતું કે ઉક્ત બાઇક રાજકોટના કુવાડવા પોલીસ સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલું છે. ત્રણેયની અંગ ઝડતી દરમ્યાન ચાર મોબાઈલ મળી આવ્યા હતા. આથી ત્રણેય શખ્સોની ધનિષ્ટ પૂછપરછ દરમ્યાન આરોપીઓએ કબુલ્યું હતું કે મોરબી-વાંકાનેર વિસ્તારમાં ઢૂંવા, માટેલ, સરતાનપર રોડ સહિતના વિસ્તારોમાંથી ૧૫મોબાઈલ અને ૧ લેપટોપની ચોરી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!