મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના મુજબ ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા સીપીઆઈ એચ. એન. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર જેવી પ્રવૃત્તિ શોધી કાઢવા સુચના થઈ હોય જે અનુસંધાને પોલીસ સ્ટાફનાં સિધ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમીના આધારે વિરપર ગામ જીઆઈડીસી વિરાટ હોટલની પાછળથી આરોપી જયદિપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૪, રહે. શકત શનાળા ગામ, શક્તિમાઁ નાં મંદિર પાછળ, તા.જી.મોરબી) વાળા પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજીનલ ફોર સેલ ઈન હરિયાણા ઓન્લીની બોટલ નંગ ૦૫(કિં.રૂ.૧૮૭૫/-) તથા સુઝુકી કંપનીનું એક્સેસ મો.સા. (કિં.રૂ.૪૦,૦૦૦/-) મળી કુલ કિંમત રૂપિયા ૪૧,૮૭૫/- નાં પ્રોહી. મુદ્દામાલ સાથે પકડી પાડી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં પીએસઆઈ બી. ડી. પરમાર, સર્વેલન્સ સ્કવોડ નાં પો.હેડ.કોન્સ. વિજયભાઈ બાર, સિદ્ધરાજસિંહ જાડેજા, વિજયભાઈ ચાવડા, ગૌરવભાઈ ગઢવીગઢવી સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.