Friday, April 26, 2024
HomeGujaratટંકારા : ઈંગ્લીશ દારૂની બે બાટલો સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

ટંકારા : ઈંગ્લીશ દારૂની બે બાટલો સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૭ના રોજ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ટેલીફોન એક્ષચેન્જની બાજુમાં જાહેર રોડ ઉપરથી આરોપી શાહરૂખભાઇ ઉમરભાઇ સુમરા(ઉં.વ.૨૨)ને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના પેન્ટના નેફામાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની કીંગ્સ ગોલ્ડ સ્પેશ્યલ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ ૦૨ (કિં.રૂ.૬૦૦/-) સાથે ઝડપી પાડી પોલીસે દારૂની બોટલો કબ્જે કરી છે. આરોપી શાહરૂખભાઇએ ઈંગ્લીશ દારૂની આ બોટલો મુસ્તફા ઓસમાણભાઇ સોલંકી (રહે.ભારતપરા ,પંચાસર રોડ, મોરબી) વાળા પાસેથી વેચાણ કરવાના ઇરાદે ખરીદી કરી હોવાનું ખુલતાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!