Thursday, April 25, 2024
HomeNewsટંકારા માં તસ્કરોનો તરખાટ, એક સાથે 17 દુકાનોને નિશાન બનાવી અંધારા માં...

ટંકારા માં તસ્કરોનો તરખાટ, એક સાથે 17 દુકાનોને નિશાન બનાવી અંધારા માં ઓગળી ગયા,નિશા ચોરો CCTV માં કેદ

- Advertisement -
- Advertisement -

ટંકારા લતીપર ચોકડી એ ત્રણ ત્રસ્કરી ત્રિપુટી એ આંતક મચાવી 17 દુકાન માથી લાખો ની રકમ મોબાઇલ ફોન સહિત લાખો મા તસ્કરી કરી મોટરસાયકલ ચોરી અંધારા મા ઓગળી ગયા પોલીસ પોઇન્ટ નજીક ચોરી ના ગુના ને અંજામ આપી પેટ્રોલીંગ ઉપર પડકાર ફેંક્યો. વેપારીઓ મા રોષ ચોર થયા કેમેરામાં કેદ થયા છે

ટંકારા ના વેપાર ધંધા માટે શોપિંગ સેન્ટર ગણાતા લતીપર ચોકડી ની એકી સાથે એકજ રાત મા 17 દુકાનો ના શટરીયા તોડી દુકાન મા રહેલી રોકડ રકમ અને મોબાઇલ દુકાનો માથી કિંમતી ફોન સહિત લાખો નો હાથ ફેરો કરી સોસાયટી મા રાઢવાવાળા ચતુરભાઈ નુ બાઈક લઈને ત્રિપુટી ત્રાડવ કરી અંધારામાં અલોપ થઈ ગઈ હોય ટંકારા પોલીસ ના નાઈટ પેટ્રોલીંગ ઉપર સવાલ ઉભો કર્યો છે ચોરી કરતા ત્રણ યુવાનો હોય અને બિન્દાસ ચોરી કરતા હોય એવુ સિ સી ટીવી ફૂટેજ મા કેદ થઈ ગયા છે પોલીસ ધટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે.

ટુટેલી દુકાનો ની વાત કરી તો અમારા પાસે બાપા સીતારામ મોબાઇલ,રામ ક્રુપા આલુભંડાર, ઉમીયા નાસ્તા હાઉસ,બાપા સીતારામ પાન, બહુચર રેફિજેરેટર, શક્તિ ડેરી,સૌરાષ્ટ્ર એગ્રો રૂષિ ઓટો પાર્ટસ, બાલાજી પ્લાસ્ટિક, રાધે એલ્યુમિનિયમ, બાલાજી ડેરી, બજરંગ પાન, મામા મોબાઇલ,બજરંગ નાસ્તા હાઉસ, KGNહાડવેર ,શાકભાજી ની દુકાન, સરદાર માર્કેટિંગ સહિત ની દુકાનો ને નિશાન બનાવી હતી.

જો કે એક સાથે 17 દુકાનોમાં ચોરીથી ટંકારા પોલીસ દોડતી થઈ છે તો બીજી બાજુ ટંકારા પોલીસના પેટ્રોલીગ પર પણ સવાલો ઉભા થયા છે ત્યારે ટંકારા પંથકમાં નિશાચરોની આ ચોરીથી હાહાકાર મચી જવા પામ્યો છે પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!