Wednesday, December 4, 2024
HomeNewsટંકારાના સજનપર નજીક આવેલા ઓમવિલામાં આર આર સેલના હાઈ પ્રોફાઈલ જુગરધામ પર...

ટંકારાના સજનપર નજીક આવેલા ઓમવિલામાં આર આર સેલના હાઈ પ્રોફાઈલ જુગરધામ પર દરોડામાં સ્થાનિક પીએસઆઈ સસ્પેન્ડ કરાયા

ટંકારાના સજનપર નજીક આવેલા ઓમવિલામાં આર આર સેલના હાઈ પ્રોફાઈલ જુગરધામ પર દરોડામાં સ્થાનિક પીએસઆઈ સસ્પેન્ડ કરાયા

- Advertisement -
- Advertisement -

 

ટંકારા સજનપર ધૂંનડા નજીક આવેલા ઓમ વિલામાં આર આર સેલ દ્વારા હાઈ પ્રોફાઈલ જુગરધામ પકડી પાડ્યું હતું અને જુગાર રમતા સાત ઈસમોને 25 લાખ રોકડ અને 25 લાખ મુદામાલ મળી 50 લાખના કુલ મુદામાલ સાથે ધરપકડ કરાઈ હતી જો કે આર આર સેલની આ રેડ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી જુગારની રેડના લિસ્ટમાં પણ નોંધાઈ છે ત્યારે આ રેડના લીધે ટંકારા ના સ્થાનિક પોલીસ પર સવાલો ઉભા થયા હતા

 

ગત મોડી સાંજે ટંકારા પીએસઆઈ એલ બી બગડા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જો કે આ સાથે અન્ય ડી સ્ટાફના માણસો અને બીટ જમાદાર પર પણ પગલાં લેવાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ ટંકારા પીએસઆઈ બગડાને તાબડતોબ સસ્પેન્ડ કરી અને ચાર્જ અન્ય મહિલા પીએસઆઈ ને આપી દેવામાં આવ્યો છે જો કે આવડી મોટી રેડ થાય એટલે સસ્પેન્ડ થાઉં એ પરંપરાગત કાર્યવાહી ગણવામાં આવે છે છતાં પણ આ સસ્પેન્ડ બાદ જે પીરીયડ કાઢવાનો હોય છે તે અધિકારીઓ માટે અતિ મુશ્કેલીભર્યો હોય છે હાલ ટંકારા પીએસઆઈ ને સસ્પેન્ડ કરી દેવતાં પોલીસબેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!