ભાજપ અગ્રણી સહિત ચાર શખ્સોને ૧ કરોડથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ટંકારા પોલીસ
ડીજીપી ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા રાજયમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણ સંગ્રહ અને હેરાફેરીની પ્રવૃતિ નાબુદ કરવા કરેલ આદેશ અનુસાર રેન્જ આઇજી સંદિપસિંહના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમ દ્વારા ધ્રોલ ટંકારા હાઇવે ઉપર ઓટાળા ગામની સીમમાં જી.આર.જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. કારખાનાનાં પાછળનાં ભાગે રેઈડ કરતાં ટેન્કર ટ્રક, ઈસુઝી કંપનીની ટેન્કર વાળી ગાડી તથા જમીનમાં દાટેલ ત્રણ લોખંડના ટાંકામાં બાયોડીઝલ લી.૬૦૨૦૦ કિ.રૂ.૪૫,૧૫,૦૦૦/- સાથે ટ્રક ટેન્કરમાંથી ફ્યુઅલ પંપ દ્વારા ટ્રેલર ટ્રકમાં બાયોડિઝલ ભરી ખરીદ-વેચાણ કરતાં અરવીંદ ભીમજીભાઇ રાજકોટીયા, હસમુખભાઈ લવજીભાઈ ગોધાણી, જામલસિંહ રામસિંહ રાઠોડ, સમદરનાથ શીંભુનાથને રોકડ રૂ. ૩૧૦૦૦/- તથા ટેન્કર, બે ટ્રેલર, ટેન્કર વાળી ઈસુઝી કંપનીની ગાડી, ફ્યુઅલ પંપ નંગ ૦૨, ઈલેક્ટ્રિક મોટર નંગ ૦૨ મળી કુલ રૂ. ૧,૦૬,૬૩,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચારેય આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૨૭૮,૨૮૪,૨૮૫,૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.