Friday, December 27, 2024
HomeGujaratટંકારા:ખેડૂતને સોનામાં મઢેલ રુદ્રાક્ષની માળા સાફ કરવાના બહાને ગઠિયો માળા લઈ છુમંતર

ટંકારા:ખેડૂતને સોનામાં મઢેલ રુદ્રાક્ષની માળા સાફ કરવાના બહાને ગઠિયો માળા લઈ છુમંતર

પાંચ દિવસની અંદર સોનાની માળા સાફ કરીને પરત કરવાને બહાને ૭૧ વર્ષીય ખેડૂત છેતરાયા

- Advertisement -
- Advertisement -

ટંકારના હડમતીયા ગામે ખેતી કરતા હાલ મોરબી રહેતા ૭૧ વર્ષીય વૃદ્ધને વિરપર નજીક ગઠિયાનો ભેટો થઈ ગયો હતો, સાધુ જેવા લાગતા ગઠિયાએ વૃદ્ધ ખેડૂતને ભોળવી ગાળામાં પહેરેલ સોનામાં મઢેલ માળા કાળી પડી ગયેલ હાલતમાં ન પહેરાઈ તેમ કહી વિશ્વાસમાં લઈ માળા સાફ કરવાના બહાને માળા લઈ પાંચ દિવસમાં માળા સાફ કરીને પરત આપવાનું કહી ગઠિયો માળા લઈને ગયા બાદ આજદિન સુધી પરત ન આવતા વૃદ્ધે ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા સાધુ જેવા લાગતા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર ભંભોળીની વાડી વિસ્તારમાં રહેતા વ્રજલાલભાઈ નવઘણભાઈ નકુમ ઉવ.૭૧ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે વ્રજલાલભાઈની ખેતીની જમીન ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલી છે. ત્યારે ગત તા.૨૨/૦૯ના રોજ તેઓ પોતાના એકટીવામાં મોરબીથી હડમતીયા જતા હતા તે દરમિયાન વીરપર ગામ નજીક દ્વારકાધીશ હોટલથી આગળ રોડ ઉપર સાધુ જેવા દેખાતા અજાણ્યા ઇસમે વ્રજલાલભાઈને ઉભા રાખવા હાથનો ઇશારો કરતા તેઓ ઉભા રહ્યા એટલે તે અજાણ્યા શખ્સે કહ્યું કે તને ગળામાં પહેરેલ રુદ્રાક્ષની માળા બહુ કાળી પડી ગયી છે, કાળી પડેલ માળા ન પહેરાઈ તેમ વાત કરી વ્રજલાલભાઈનો વિશ્વાસ કેળવી કહ્યું કે અમે સાધુ છીએ માળા સાફ કરવાનું કામ કરીયે છીએ જૂનાગઢના છીએ, આથી વ્રજલાલભાઈએ સોનામાં મઢેલ આશરે બે તોલા સોનાની કિ.રૂ. ૮૦ હજારવાળી માળા સાફ કરવા આપી દીધેલ ત્યારે ગઠિયા દ્વારા દિવસ પાંચમા માળા સાફ કરીને તમારા ઘરના સરનામે પરત કરી જશે તેમ જણાવી આજદિન સુધી પરત આવેલ ન હોય જેથી વ્રજલાલભાઈ દ્વારા તેમના દીકરાઓને વાત કરતા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા જણાવતા, ટંકારા પોલીસ મથક ખાતે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!