મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇ તથા સર્કલ પોલીસ ઈન્સપેકટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા માં પ્રોહી/જુગાર ની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મીતાણા ગામે ઘનશ્યામસિંહ હેમંતસિહ જાડેજા (રહે. મીતાણા તા. ટંકારા) વાળા પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી પૈસા પાના વતી પૈસા ની હારજીત નો જુગાર રમી રમાડતા હોવાની ચોક્કસ બાતમીનાં આધારે દરોડો કરતાં ત્યાંથી ઘનશ્યામસિંહ હેમંતસિહ જાડેજા (ઉ.વ.૨૬ રહે આથમણા જાપા પાસે મીતાણા ગામ તા ટંકારા જી. મોરબી), વિપુલભાઈ પુનાભાઈ બાંભવા (ઉ.વ.૨૬ રહે.મીતાણા આથમણા જાપા પાસે તા ટંકારા જી. મોરબી), રઘુભાઈ નાજાભાઈ સરસીયા/ભરવાડ (ઉ.વ. ૪૪ રહે. મીતાણા આથમણા જાપા પાસે તા ટંકારા જી મોરબી), સામંત ઉર્ફે બાબો પાલાભાઈ ઉર્ફે બાવલો બાળા બોરીચા (ઉ.વ.૨૨ રહે. મીતાણા ચોરા પાસે તા ટંકારા જી. મોરબી), જયરાજસિંહ મહેંદ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૪ રહે. મીતાણા આથમણા જાપા પાસે તા ટંકારા જી. મોરબી), નાસીર હુસૈનભાઈ લધડ/ ખલીફા વાણંદ (ઉ.વ. ૨૬ રહે.મીતાણા ચોરા પાસે તા.ટેકારા જી. મોરબી) વાળાને રોકડ રૂ. ૬૦,૭૫૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૭ કિં.રૂ.૧૨,૫૦૦/- મળી કુલ કિં.રૂ. ૭૩,૨૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪,૫ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ઉપરોકત કામગીરીમાં પો.સબ.ઇન્સ. બી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડ ના પોલીસ હેડ કોન્સટેબલ નગીનદાસ જગજીવનદાસ નીમાવત, અનાર્મ પો.હેડકોન્સ એ.પી.જાડેજા, આર્મ્ડ પો.હેડ કોન્સ કિશોરદાન ગંભીરદાન ગઢવી, પો.હેડ.કોન્સ વિજયભાઈ નાગજીભાઈ બાર, એ.એસ.આઈ મહમદ ઉસ્માન કાદરબક્ષ બ્લોચ, પો.કોન્સ વિજયભાઈ પરબતભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા, વિજયભાઇ ખેંગારભાઈ ચાવડા સહિતનાઓ રોકાયેલા હતાં.