પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાનાં મિતાણા ગામે ચામુંડા હોટલ પાછળ રહેતા થોભણભાઈ વજાભાઈ ખીટ (ઉં.વ.૪૫) ગઈકાલે તા. ૨૫નાં પોતાના ઘરેથી પોતાના વાડે વાળ કરવા ગયા હોય ત્યારે હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું હતું અને તેની ડેડબોડી બે-ત્રણ કલાક પડી રહેતા છાતી તેમનાં હાથનાં ભાગે ચામડી ઉપરી ગઈ હતી. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.