Wednesday, October 30, 2024
HomeGujaratટંકારા આર્યવિર દળ દ્વારા આવતીકાલે શહીદોને શ્રધાંજલિ અર્પણ કરવા મશાલરેલી યોજાશે:લોકોને જોડાવા...

ટંકારા આર્યવિર દળ દ્વારા આવતીકાલે શહીદોને શ્રધાંજલિ અર્પણ કરવા મશાલરેલી યોજાશે:લોકોને જોડાવા આહવાન કરાયું

ટંકારા આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા શહિદ દિન નિમિતે દેશના નરબંકા ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલીમાં જોડાવા માટે ટંકારાવાસીઓને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના આર્યવીર દળ દ્વારા આગામી તા.23 માર્ચને ગુરૂવારે રાત્રે 8 કલાકે વિદેશી વિધર્મી અંગ્રેજ શાસકોને ભારતમાંથી હાંકી કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ,સુખદેવ,અને રાજગુરુના શહીદદિને તેઓને શ્રદ્ધાંજલિ આપવા અને દેશમાં થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશદાઝથી તેના પ્રાણ પણ માતૃભૂમિ માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.

મશાલ રેલી આર્ય નગર ધર્મ ભક્તિ સોસાયટી સુદરજી કાપડિયાના ધરેથી રાત્રે 8 વાગ્યે પ્રસ્થાન કરશે પછી શહેરના મુખ્ય રાજમાર્ગ પર નીકળશે અને અંતમા આર્ય સમાજ ખાતે પુર્ણ થશે.આ તકે બહોળી સંખ્યામાં હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતાને આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયાએ અપીલ કરી છે.આર્યવીર દળના ચેતન સાપરીયા પંડિત સુહાસજી,રજનીકાંત મોરસાણીયા,યોગેશ કારાવડિયા,હસમુખભાઈ દુબરીયા,ભાવેશ ગઢવી સહિતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!