વર્તમાન સમયમાં કોરોના ની મહામારી ગુજરાતમાં ઝડપથી પ્રસરી રહી છે આવા કપરા સમય માં રોજગારીનો પ્રશ્ન વિકટ બનેલ છે ત્યારે મહિલા સશક્તિકરણના ભાગ રૂપે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક પગલું ભરેલું છે
શરૂઆતમાં બહેનો સાથે મિટિંગ કરેલ ત્યારે તેમણે જણાવ્યુ હતું કે તમારે રોજગારી માટે શું કરવું ત્યારે મંડળના અલગ અલગ બહેનોએ એ જણાવ્યુ હતું કે અમારે ઈમિટેસનની કામગીરી,કાપડની કામગીરી,ખોળ વેચાણની કામગીરી,દૂધ વેચાણની કામગીરી જેવી વિવિધ કામગીરી કરી શકે એમ છે ત્યાર બાદ બાલગોપાલ સખી મંડળ દૂધ વેચાણની કામગીરી માટે અમુલ પાર્લરનો રીટેલ સ્ટોર ચાલુ કરવાનું નક્કી કરેલ છે.
બાલગોપાલ સખી મંડળ ના ૧૦ સભ્યો છે જેમથી મોટા ભાગના સભ્યો પશુપાલનની પ્રવૃતિ સાથે તેમજ દુધના વ્યવસાય સાથે જોડાયેલ છે મંડળના પ્રમુખ કાજલબેન બાબુભાઇ ગમારા મંત્રી મીનાબેન સિંધાભાઈ ટોળીયા,શીતલબેન ટોળીયાએ અમુલ પાર્લર ચાલુ કરવાનું મિસન મંગલમ શાખામાં કહેતા તાલુકા પંચાયત ટંકારની મિસન મંગલમ શાખાની એન.આર.એલ.એમ. યોજના હેઠળ બાલગોપાલ મંડળ અને અમુલ ડેરી વચ્ચે MOU/કરાર કરી રિટેલ વેચાણ અંગેનું જોડાણ કરી આપેલ છે
જેથી આજ રોજ તા.૨૧/૮/૨૦૨૦ શુક્રવારના રોજ નિયામક શ્રી,જિલ્લા ગ્રામ વિકાસ અજન્સી,મોરબીના ડી.ડી.જાડેજા સાહેબ ના હસ્તે ટંકારા ખાતે અમુલ પાર્લર નું ઉદઘાટન કરવામાં આવેલ છે જેમાં નિયામક શ્રી ગ્રામ વિકાસ અજન્સી મોરબીના ડી.ડી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી એન.એમ.તરખલા,D.L.M.શ્રી હિમાંશુ ભાઈ દલસાણીયા,ડિસ્ટ્રિક્ટ A.P.M. અજયભાઈ તથા T.L.M. શ્રી જી.એમ.પંડયા,મેહુલ ફેફર, ધનરાજ બોક્ષા તથા સમગ્ર ટીમના સહયોગથી આ કામગીરી કરવામા આવેલ છે