મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધીકા ભારાઈ અને સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનેલાં વાહન ચારીના બનાવોને ટેક્નિકલ માધ્યમથી શોધી કાઢવા અને પોકેટ કોપ મોબાઈલ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સૂચનાને પગલે ટંકારા પોલીસ મથકનો સ્ટાફ લતીપર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે સમયે બે શખ્સો નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈને નીકળતા પોલીસે તેને અટકાવીને બકઈકના એન્જીનના ચેસીસ પરથી પોકેટ કોપ મોબાઈલ એપમાં ચેક કરતા આ બાઈકના નં. જીજે-૩-એચએન-૩૭૮૭ હોવાનું અને થોડા સમય પહેલા આ બાઇકની ટંકારા તાલુકાના હીરાપર ગામેથી ચોરી થયાનું ખુલ્યું હતું. આથી, પોલીસે આ બાઈક ચોરીના ગુનામાં બે આરોપીઓ સુરેશભાઈ ઇડલાભાઈ મહિડા અને સંજયભાઈ ઇડિયાભાઈ બાંભણીયાને ચોરાઉ બાઈક સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી પો.સબ ઇન્સ. બી.ડી.પરમાર, સર્વલન્સ સ્કવોડ ના પોલીસ હેડ કોન્સટેબલ નગીનદાસ જગજીવનદાસ નીમાવત, અનાર્મ પો.હેડ કોન્સ એ.પી.જાડેજા, આર્મ્ડ પો.હેડ કોન્સ. કિશોરદાન ગંભીરદાન ગઢવી, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, વિજયભાઈ ખેંગારભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, વિજયભાઇ પરબતભાઇ ચાવડા સહિતનાઓ રોકાયેલા હતાં.