Saturday, April 20, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરુ કરવામાં આવી : મોરબી શહેરને સ્વચ્છ...

મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરુ કરવામાં આવી : મોરબી શહેરને સ્વચ્છ બનાવવા નગરપાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ ઝાડું ઉઠાવી કરી સફાઈ

આજે મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરુ કરવામાં આવી હતી જેમાં પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઇ સહિતના પાલિકાના તમામ સભ્યો દ્વારા શહેરના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામેના ભાગમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વચ્છતા માટે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી

- Advertisement -
- Advertisement -

મોરબીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની નેમ સાથે પાલિકાના ઉપપ્રમુખ સહિતના પાલિકાના સભ્યો દ્વારા હાથમાં સાવરણા લઈને રસ્તાની સફાઈ કરવામાં આવી હતી. શહેરના જુદાજુદા વિસ્તારોમાં પહેલા મુખ્યમાર્ગોની સફાઈ કરવામાં આવશે ત્યાર બાદ અન્ય વિસ્તારમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે મોરબીને સ્વચ્છ મોરબી બનાવવા નાગરિકો પણ સફાઈ અભિયાનના શ્રમયજ્ઞમાં જોડાય તેવી અપીલ આ તકે કરવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!