Thursday, December 26, 2024
HomeGujaratટંકારા : વીરવાવ ગામે તુ અમારા ખેતરનો શેઢો કેમ ખેડે છે કહી...

ટંકારા : વીરવાવ ગામે તુ અમારા ખેતરનો શેઢો કેમ ખેડે છે કહી આધેડને ૨ શખ્સોએ માર માર્યો, ફરિયાદ નોંધાઈ

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વનરાજસિંહ હઠુભા જાડેજા (ઉ.વ.૪૨, ધંધો-ખેતી, રહે. વીરવાવ તા. ટંકારા જી. મોરબી) એ આરોપીઓ સતુભા નવુભા જાડેજા તથા હરપાલસિંહ સતુભા જાડેજા (રહે બંને વીરવાવ તા. ટંકારા જી. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧નાં રોજ રાત્રે સવા આઠેક વાગ્યાનાં અરસામાં ફરિયાદીને તુ અમારા ખેતરનો શેઢો કેમ ખેડે છે કહી ભુંડા બોલી ગાળો દેતા ફરિયાદી ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાય ગયેલા અને આરોપી સતુભા નવુભા જાડેજાએ લાકડી વડે ફરિયાદીનાં જમણાં હાથમાં માર મારી ઈજા કરેલ તેમજ આરોપી હરપાલસિંહ સતુભા જાડેજાએ ફરિયાદીને લોખંડનો પાઈપ માથામાં મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૩૭(૧), ૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!