Wednesday, October 30, 2024
HomeGujaratટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની મહેનત રંગ લાવી : નુકશાન પામેલ ચેકડેમો રીપેર...

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની મહેનત રંગ લાવી : નુકશાન પામેલ ચેકડેમો રીપેર કરવામાં આવશે

રાજ્યમા જળ સિંચનના હેતુથી કાર્યરત સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલી રહેલી કામગીરીના ભાગરુપે મોરબીમાં નુકશાન પામેલ ચેકડેમોની મરામત કરવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ ચેકડેમોના રીપેરીંગ માટે ગુજરાત સરકાર નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા મહામંત્રી અને કાર્યાલય પ્રભારી રણછોડભાઈ દલવાડીના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજયમાં વિવિધ યોજનાઓ દ્વારા એક લાખ કરતા વધુ ચેકડેમો બનાવવામાં આવેલ છે. આ ચેકડેમો પૈકીના ઘણા ચેકડેમો બનાવ્યા તેને ઘણો સમય થયેલ હોય તેમાંથી ઘણા ચેકડેમો હાલ નુકશાન પામેલ છે. જેને મરામત કરવાથી ચેકડેમોની સંગ્રહ શકિત પુનઃ સ્થાપિત થશે. જેનાથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં પાણીની સંગ્રહશકિત પુનઃસ્થાપિત કરી શકાશે. આ અંગે ૬૬ ટંકારાના ધારાસભ્ય તેમજ મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને આ બાબતે રૂબરૂ મળી આ ચેકડેમોને ૮૦:૨૦ ના ધોરણે મરામત માટેની મંજુરી આપવી જોઈએ તેવી રજુઆત કરેલ. જેથી કરી સમગ્ર રાજયમાં ખેડુતોને સિંચાઈના પાણીનો પુરતા પ્રમાણમાં લાભ મળી શકે અને ખેડુત પોતાની આવક બમણી ક૨વામાં સક્ષમ થઈ શકે. જેને ધ્યાને રાખી ગુજરાત સરકાર નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તારીખ ૧૭-૦૩-૨૦૨૩ ના રોજ જાહેરાત કરી છે. આ જાહેરાતના પગલે રાજયમાં વધુમાં વધુ ચેકડેમોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધશે. તેમજ લોકભાગીદારીથી રીપેરીંગ થયેલા ચેકડેમો ભરાતા ખેડુતોને પણ સિંચાઈમાં પુરતો લાભ મળશે. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા મંત્રીને ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે. તેમ મોરબી જીલ્લા મહામંત્રી અને કાર્યાલય પ્રભારી રણછોડભાઈ દલવાડી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!