મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા એ એલ.સી.બી ના પી.આઇ. વી.બી.જાડેજા ને જિલ્લામાં જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા અંગે જરૂરી સૂચના કરતા એલસીબી સ્ટાફનાં માણસો આ કામગીરી માટે પ્રયત્નશીલ હોય દરમ્યાન એલ.સી.બી.ના પો. કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે ટંકારા તાલુકાના નેસડા(ખા) ગામની સીમ નેસડાથી ઘુનડા જવાના રસ્તે શૈલેષ પટેલની વાડી નજીક આવેલ ખેત તલાવડીમાં લીમડાનાં ઝાડ નીચે જાહેરમાં અમુક ઈસમો ગંજીપતાના પાના અને પૈસા વતી હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે દરોડા દરમ્યાન આરોપીઓ નિલેષભાઇ માવજીભાઇ ભાડજા (ઉ.વ.૩૫ રહે. ઉમીયાનગર, ટંકારા), દામજીભાઇ થોભણભાઇ બારૈયા (ઉ.વ.૫૦ રહે.નાના ખીજડીયા, ટંકારા), હરજીવનભાઇ રાઘવજીભાઇ વડાવીયા (ઉ.વ.૫૦ રહે. રાજપર, તા. મોરબી) અને મનોજભાઇ અમરશીભાઇ સુવારીયા (ઉ.વ. ૩૮ રહે. શકત શનાળા, મોરબી) વાળાઓને રોકડ રૂપીયા ૭૧,૬૦૦/- મુદામાલ સાથે ઝડપી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે
આ કામગીરીમાં એલસીબી પી.આઈ વી.બી.જાડેજા, હેડ.કોન્સ. ચંદુભાઇ કાણોતરા, પો.કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, તથા પેરોલ ફર્લો સ્કવોડના હેડ.કોન્સ. જયવંતસિંહ ગોહીલ ચંન્દ્રકાંતભાઇ વામજા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.