Thursday, January 23, 2025
HomeGujaratટંકારા : રીક્ષાની સીટ નીચે છુપાવેલ ૭૬૦ લીટર દેશી દારૂ સાથે એક...

ટંકારા : રીક્ષાની સીટ નીચે છુપાવેલ ૭૬૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો, બે શખ્સોની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૭ના રોજ ટંકારા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે ટંકારા-રાજકોટ-મોરબી હાઇવે પર રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે આરોપી દિપકભાઇ રાધવજીભાઇ આહિયા (ઉ.વ. 35, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે. રાજકોટ હુડકો ચોકડી, કોઠારીયા રોડ, રણુજાધામ, જુના ગણેશનગર, તા.જી. રાજકોટ)ની અતુલ શકિત રીક્ષા રજી. નં. જીજે-૧૭-યુ-૫૭૦૪ ની પાછળની સીટ નીચેથી સફેદ પ્લાસ્ટિકના બાચકામાં પ્લાસ્ટિકની પારદર્શક દેશી દારૂ ભરેલ કોથળીઓ ૧૫૨ નંગ (દેશી દારૂ લીટર ૭૬૦, કુલ કિં.રૂ. ૧૫,૨૦૦/-) ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે દેશી દારૂ અને રીક્ષા સાથે કુલ કિં.રૂ. ૮૦,૨૦૦/- નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીઓ સુનીલ (રહે. રાજકોટ) અને દિગુભા (રહે. શકત શનાળા)નું નામ ખુલ્યું છે. હાલમાં પોલીસે આરોપી દિપકની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ બી. ડી. પરમાર, સર્વેલન્સ સ્કવોડનાં પો.હેડ.કોન્સ. વિજયભાઈ બાર, અનાર્મ પો.હેડ.કોન્સ. એ. પી. જાડેજા, આર્મ્ડ પો.હેડ.કોન્સ. કિશોરદાન ગઢવી, સિધ્ધરાજસિંહ જાડેજા, વિજયભાઈ ચાવડાચાવડા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!