બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના છતર ગામની સીમમાં નાગજીભાઈ રત્નાભાઈની વાડીમાં રહેતા સુનીતાબેન સુરપાલભાઈ ડોડલે (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ ગઈકાલે તા. ૧૯નાં રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. મૃતકનાં લગ્નને ૧૩ વર્ષ જેટલો સમયગાળો થયો છે. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.