ટંકારા પોલીસે દાહોદ જીલ્લાના ધાનપુર વિસ્તારમાં અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડયો.
મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈની સૂચના થી દાહોદ જીલ્લાના ધાનપુર પોલીસસ્ટેશન ના અપહરણ ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પોપટ પારુનભાઈ મોહનીયા ઉ.વ.20 રહે સજોઈ તા.ધાનપુર જી.દાહોદ વાળાને ટંકારા તાલુકાના ઘુંનડા(સજનપર)નજીકથી ઝડપી પાડયો હતો આ કામગીરી માં ટંકારા પીએસઆઈ એલ બી બગડા,મુકેશભાઈ ચાવડા,રમેશભાઈ ચાવડા,સિદ્ધરાજ સિંહ ઝાલા,વિશ્વરાજ સિંહ ઝાલા,પ્રવીણભાઈ મેવા અને નયનાબેન પ્રેમજીભાઈ સહિતની ટીમે કાર્યવાહી કરી હતી.