Wednesday, January 8, 2025
HomeGujaratટંકારામાં રહેણાંકમાંથી વિદેશી દારૂની ૧૧૦ બોટલ સાથે એકને દબોચી લેતી ટંકારા પોલીસ

ટંકારામાં રહેણાંકમાંથી વિદેશી દારૂની ૧૧૦ બોટલ સાથે એકને દબોચી લેતી ટંકારા પોલીસ

મોરબી જીલ્લાના ટંકારા ખાતે પોલીસને મળેલ બાતમીને આધારે નગરનાકા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેસગી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૧૦ બોટલ સાથે મજન માલીક એવા એક ઇસમની અટક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા પોલીસ મથકના હેડ કોન્સે. મહિપતસિંહ તથા શાહિદભાઈને બાતમી મળેલ કે નગરનાકા પાસે રહેતો સિકંદર પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મુજબની બાતમી મળતા તુરંત રહેણાંક મકાને દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૧૦ નંગ બોટલ જેની કિ.રૂ.૩૭,૪૦૦/-સાથે આરોપી સિકંદરભાઈ રફીકભાઈ ભાણુ ઉવ.૨૭ રહે. ટંકારા નગરનાકા પાસે ની સ્થળ ઉપરથી અટકાયત કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સફળ કામગીરીમાં ટંકારા પોલીસ મથક પીએસઆઇ એમ.જે.ધાધલ તથા એએસઆઈ ચેતનભાઈ કડવાતર, હેડ.કોન્સ મહિપતસિંહ હરીસિંહ સોલંકી, શાહિદભાઈ સીદીકી, કોન્સ બીપીનકુમાર શેરશીયા, કૌશીકભાઈ પેઠડીયા, સીધ્ધરાજસિંહ ઝાલા, દશરથસિંહ જાડેજા, ભાવેશકુમાર વરમોરા સહિતનાઓ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!