Friday, September 20, 2024
HomeGujaratરાજસ્થાનના સાંચોર થી મોરબી આવતી દારૂ ભરેલ કારને SMC એ સુરેન્દ્રનગરના બજાણા...

રાજસ્થાનના સાંચોર થી મોરબી આવતી દારૂ ભરેલ કારને SMC એ સુરેન્દ્રનગરના બજાણા નજીક ઝડપી પાડી:૧૨.૩૭ લાખના મુદ્દામાલ સાથે બે ની ધરપકડ ચારની શોધખોળ

SMC એ રાજસ્થાનના સાંચોર થી દારૂ ભરેલી કાર મોરબી માલવણ ચોકડી થી સુરેદ્રનગર બજાણા તરફ જતા રેલવે ફાટક પાસેથી બે વ્યક્તિઓને દારૂ સાથે પકડી પાડ્યા છે. પોલીસે બંને આરોપી પાસેથી 804 નંગ IMFL કિંમત રૂ. 2,31,360 તેમજ એક વાહન કિંમત રૂ. 10,00,000 તેમજ એક મોબાઇલ અને રોકડ રકમ સહિત કુલ 12,37,760 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યા છે તેમજ વોન્ટેડ ચાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, SMC દ્વારા મોરબી માલવણ ચોકડી થી સુરેદ્રનગર બજાણા તરફ જટા રેલવે ફાટક ઉપરથી 804 IMFL બોટલ કિંમત રૂ. 2,31,360 રૂપિયા તેમજ વાહન કિંમત રૂ. 10,00,000, એક મોબાઇલ કિંમત રૂ. 5,000 તેમજ રોકડ રૂ. 1,400 મળી કુલ 12,37,7600 ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના લાલારામ ભીમારામ નાઇ અને રૂપરામ માંગીલાલ જાટને પકડી પાડયા છે. તેમજ પીરા પારખાભાઈ રબારી, (દારૂની લાઇન ચાલવનાર મુખ્ય અરોપી), હેંજરીરામ નાઇ (સાચોરથી દારુની ગાડી ભરી આપનાર), મોરબી ખાતે દારૂ ભરેલ ગાડી મંગાવનાર તેમજ કિયા સેલ્ટોસ કાર નં. HR 06 AS 7879 ના માલિક વાળા વોન્ટેડ આરોપી સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!