રાજકોટ મોરબી રોડ ઉપર છતર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 123 સત્યમ પોલીમસ નામના ગોડાઉનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૃ જથ્થો હોવાની નવ નિયુક્ત ટંકારા થાણા અમલદાર વાય કે ગોહિલને બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરી 25056 જેટલી નાની મોટી વિદેશી દારૃની બોટલ કિંમત રૂ. 28 લાખના મુદ્દામાલ સાથે ગોડાઉનના કબજેદારનું અને તપાસમા જેમનું નામ ખુલે એમની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાએ મોરબી જીલ્લામા દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપતા ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વાય કે.ગોહિલને મળેલ બાતમી મળી કે મોરબી રાજકોટ હાઈવે પર આવેલ છત્તર જી.આઈ.ડી.સી.મા પ્લોટ નં ૧૨૩ “સત્યમ પોલીમર્સ નામના ગોડાઉનમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે અલગ અલગ જીલ્લાઓમા નુડલ્સના બોક્સ તથા કપડાની ગાસડીઓની આડમા સપ્લાય થાય છે.જે બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂની નાની મોટી ૨૫,૦૫૬ બોટલો કિંમત રૂ. ૨૮,૦૫,૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી છતર જી.આઇ.ડી.સી.માં પ્લોટ નં. ૧૨૩ સત્યમ પોલીમર્સ નામનાં ગોડાઉન કબજેદાર અને તપાસમાં સામે આવે તેની સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વાય.કે.ગોહિલ, અનાર્મ એ.એસ.આઈ. ચેતનભાઇ કડવાતર, આર્મડ એ.એસ.આઈ. ભાવેશભાઈ વરમોરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકી, રાજેશભાઈ નથુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિહ અર્જુનસિહ, કૌશીકભાઇ રતીલાભાઇ, ક્રુષ્ણરાજસીહ પ્રુથ્વીસીહ, દશરથસિહ ઘનશ્યામસિહ, વિપુલભાઈ બાલસરાના દ્વારા કામગીરી કરવામાં આવી હતી.