ટંકારા ગામે લતીપર ચોકડી ખાતે આવેલ હીતુ મોબાઇલના માલીક ઉમેશભાઇ નાગજીભાઇ ભોરણીયા પોતાની માલીકીનુ દુકાનમાં બીલ વગરના મોબાઇલ રાખે છે. તેવી બાતમીને આધારે રેઈડ કરી કુલ ૯ મોબાઈલ ફોન કિંમત રૂ. ૨૨,૫૦૦ આધાર પુરાવા વગરના મળી આવતા કબ્જે કરી દુકાન માલિક વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ,પોલિસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી,નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાએ મોરબી જીલ્લામા મિલ્કત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા સુચના આપતા પોલીસ ઈન્સ્પેક્ટર વાય.કે.ગોહિલની સુચના આધારે પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી કે ટંકારા ગામે લતીપર ચોકડી ખાતે આવેલ હીતુ મોબાઇલના માલીક ઉમેશભાઇ નાગજીભાઇ ભોરાણીયા પટેલ પોતાની માલીકીનુ દુકાનમાં બીલ વગરના મોબાઇલ રાખે છે. જે બાતમી આધારે રેઈડ કરી કુલ ૯ મોબાઈલ ફોન આધાર પુરાવા વગરના મળી આવતા ૯ મોબાઇલ કિંમત રૂ. ૨૨,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ પોલીસ સ્ટેશન ખાતે BNSS કલમ ૧૦૬ તથા ૩૫ (૧) (આઈ) મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
જેમાં ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વાય.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ અનાર્મ એ.એસ.આઈ. ચેતનભાઇ કડવાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ અર્જુનસિહ, કૌશીકભાઇ રતીલાભાઇ, ક્રુષ્ણરાજસીહ પ્રુથ્વીસીહ, દશરથસિહ ઘનશ્યામસિંહ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.