Saturday, August 15, 2026
HomeGujaratટંકારા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલ્યો

ટંકારા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલ્યો

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેએ આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યૂ કર્યું હતું.પાસા વોરંટના આધારે ટંકારા પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમે અખતર ઉર્ફે ભાણો સોકતભાઈ કચરા (ઘાંચી), ઉંમર 27 વર્ષ, રહે. રાજકોટ, આમ્રપાલી ફાટક પાસે, નહેરૂનગર-02ની તા. 15 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટના આમ્રપાલી ફાટક પાસેથી અટકાયત કરી હતી.અટકાયત બાદ આરોપીને પાસા એક્ટ હેઠળ મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!