Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેર:મચ્છુ નદીમાં ન્હાવા પડેલ આધેડ પાણીમાં તણાઈ જતા મૃત્યુ નીપજ્યું

વાંકાનેર:મચ્છુ નદીમાં ન્હાવા પડેલ આધેડ પાણીમાં તણાઈ જતા મૃત્યુ નીપજ્યું

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીક પસાર મચ્છુ નદીમાં ગત તા. ૦૧/૦૯ ના રોજ ન્હાવા પડેલ જાલસીકા ગામના ભાવેશભાઇ રાવતભાઇ ડાંગર ઉમર આશરે ૪૨ વર્ષ વાળા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ત્યારે ભારે જહેમત બાદ ગઈકાલ તા. ૦૨/૦૯ના રોજ નદીના પાણીમાંથી ભાવેશભાઈનો મૃતદેહ મળી આવતા તેને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!