મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને ગે.કા. દારૂ-જુગાર પ્રવૃતિ પર અંકુશ લાવવા અંગે જરૂરી સૂચના આપતા પો.ઇન્સ. એલ.સી.બી. ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આ કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પો.કોન્સ. ભરતભાઇ જીલરીયા ને મળેલ હકીકત આધારે ટંકારા તાલુકાના નેસડાં ખા. ગામે આવેલ મમતા પ્રોવિઝન સ્ટોર પાછળ આવેલ આરોપી પંકજભાઇ વાલજીભાઇ ભાડજા/ પટેલ હાલ રહે. મોરબી, અંજલી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨, નવલખી બાયપાસ રોડ વાળાના નેસડા ખા, તા.ટંકારા જી. મોરબી ખાતે આવેલ મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી / રમાડી હોય જે રેઇડ દરમ્યાન આરોપીઓ જેમાં (૧) પંકજભાઇ વાલજીભાઇ ભાડજા પટેલ હાલ (રહે. મોરબી, અંજલી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨, નવલખી બાયપાસ રોડ, મુળ રે નેસડા ખા, તા.ટંકારા જી. મોરબી) (૨) ભુદરભાઇ પરસોતમભાઇ ભીમાણી/પટેલ (રહે. નેસડા ખા., મંદીર ચોક, તા.ટેકારા જી.મોરબી) (૩) ઇબ્રાહીમભાઈ ગુલામભાઇ ચૌહાણ સીપાઇ (રહે. નેસડા ખા. તા ટંકારા જી. મોરબી) (૪) રમેશભાઇ દેવકરણભાઇ ગોપાણી/ પટેલ (રહે. નેસડા ખા. કુભાર વાળી શેરી, તા.ટંકારા જી, મોરબી) (૫) વસંતભાઈ મગનભાઇ ઘોડાસરાઈ પટેલ (રહે. ખાનપર, ચોરા પાસે તા.જી. મોરબી) (૬) પ્રાણજીવનભાઇ કુબેરભાઇ ભાડજાઈ પટેલ (રહે. નેસડા ખા. પ્લોટ વિસ્તાર, તા. ટંકારા જી, મોરબી) (૭) પ્રેમજીભાઇ નાથાભાઇ ભાડાપટેલ (રહે. નેસડા ખા. કુંભાર વાળી શેરી, તા.ટેકારા જી. મોરબી) વાળાઓને રોકડ રૂપીયા ૧,૦૪,૫૦૦/- તથા ગંજીપતાના પાના નં. ૫ર મળી કુલ રૂ. ૧,૦૪,૫૦૦/- ના મુદામાલ સાથે સાત આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ. તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. મોરબીના HC દિલીપભાઇ ચૌધરી. ચંદુભાઇ કાણોતરા PC ભરતભાઇ જીલરીયા, નીરવભાઇ મકવાણા. દશરથસિંહ પરમાર, વિક્રમભાઇ કુંગસીયા તથા એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા વિગરે જોડાયેલ હતા.