કોરોના મહામારીના કારણે લાંબા સમયથી શાળાઓ બંધ છે ત્યારે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ છે અને તમામ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. હાલમાં બાળકોને ટી.વી.ના માધ્યમથી, વર્ચ્યુઅલ કલાસરૂમ દ્વારા, યુ ટ્યુબ વિડીયો, વોટ્સએપ વગેરે માધ્યમ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.શોર્ટ ફિલ્મ યૂટ્યૂબલિંક : https://youtu.be/D9SXCXNjL08 :
શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા ધો. 1 થી 8 ના બાળકોને દર મહિને “ઘરે શીખીએ” વર્કબુક આપવામાં આવે છે.
સરકારી પ્રાથમિક શાળાઓમાં હાલમાં થતી આવી સુંદર કામગીરી સૌ લોકો સુધી પહોંચે તે હેતુથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુરભાઈ એસ. પારેખ સાહેબની પ્રેરણા થકી તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિજ્ઞાબેન અમૃતિયાના માર્ગદર્શનથી ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલાએ શોર્ટ ફિલ્મ બનાવી છે.
ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફરના સહયોગથી બનાવવામાં આવેલી આ શોર્ટ ફિલ્મને આજરોજ તા. 19/08/2020 ના રોજ મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.
સમગ્ર ફિલ્મ બનાવવામાં ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી એન.એમ.તરખાલા સાહેબ, ગુ.રા.પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ સાણજા, ટંકારા તા.પ્રા. શિ. સંઘના પ્રમુખશ્રી છાયાબેન માકાસણા, મહામંત્રીશ્રી વિરમભાઈ દેસાઈ, તમામ સી.આર.સી. બી.આર.પી. મિત્રો ભાવેશભાઈ, ભરતભાઈ, ભીખાલાલ, આનંદભાઈ, પરેશભાઈ તેમજ શિક્ષકમિત્રો વિનોદભાઈ સુરાણી, મગનલાલ, ચુનીલાલ, ગંગાબેન, કૈલાશબેન, જયશ્રીબેન, જિજ્ઞાબેન તેમજ ટંકારા શિક્ષણ પરિવાર અને હરબટીયાળી ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો.
આ તકે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મધુબેન અશોકભાઈ સંઘાણીએ ગીતાબેન તેમજ સમગ્ર શિક્ષણ પરિવાર ટંકારાને શુભેચ્છાઓ પાઠવી હતી.