Tuesday, October 20, 2026
HomeGujaratશેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી ટંકારાના વેપારી સાથે રૂ.૮૪.૮૦ લાખની સાયબર ઠગાઈ

શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી ટંકારાના વેપારી સાથે રૂ.૮૪.૮૦ લાખની સાયબર ઠગાઈ

વોટ્સએપ ગ્રુપ અને ‘GALAD ARAB’ એપ્લિકેશન મારફતે રોકાણ કરાવ્યું: મૂડી કે નફો પરત ન મળતાં ફરિયાદ નોંધાવી.

- Advertisement -
- Advertisement -

ટંકારાના વેપારીને શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપી રૂ.૮૪.૮૦ લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ‘VIP 2 Investment Alliance Training Group A’ નામના વોટ્સએપ ગ્રુપ અને ‘GALAD ARAB’ એપ્લિકેશન મારફતે આ રોકાણ કરાવવામાં આવ્યું હતું.

ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટી લતીપર રોડ ઉપર રહેતા વિજ્ઞેશભાઈ હસમુખભાઈ પરમાર ઉવ.૪૭ ને ટંકારા તાલુકાના લજાઈ નજીક હળમતીયા ગામે જંતુનાશક દવાનું કારખાનું છે, તેઓએ મોરબી સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ તેમને ‘VIP 2 Investment Alliance Training Group A’ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. ગ્રુપમાં શેરબજારની વિવિધ કંપનીઓમાં રોકાણ અને ટૂંકા સમયમાં સારો નફો મેળવવા અંગેના મેસેજ તથા ટીપ્સ આપવામાં આવતી હતી.

ત્યારબાદ ‘GALAD ARAB’ નામની એપ્લિકેશન મારફતે રોકાણ અને નફાની વિગતો દર્શાવવામાં આવતી હોવાથી તેઓ વિશ્વાસમાં આવી ગયા હતા. શરૂઆતમાં ઓછા રોકાણથી શરૂઆત કરતા તેમાં ટૂંકા ગાળામાં વધુ વળતર મળ્યું હતું. આ દરમિયાન ગ્રુપમાં વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને અલગ-અલગ બેન્ક ખાતાઓની વિગતો મોકલવામાં આવી હતી. ત્યારે વેપારીએ તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૧૨ માર્ચ ૨૦૨૫ દરમિયાન વિવિધ બેન્ક ખાતાઓમાં કુલ રૂ.૮૪,૮૦,૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ રોકાણના બદલામાં નફો કે મૂળ મૂડી પરત ન મળતાં અને વોટ્સએપ ગ્રુપ તથા એપ્લિકેશન બંધ થઈ જતાં વેપારીને છેતરપિંડી થયાની જાણ થઈ હતી. આ અંગે તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી.

વેપારીની ફરિયાદના આધારે વોટ્સએપ ગ્રુપ સાથે સંકળાયેલા અજાણ્યા શખ્સો, સંબંધિત બેન્ક ખાતાધારકો તથા તપાસમાં બહાર આવે તેની વિરુદ્ધ મોરબી સાયબર પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!