મોરબી-હળવદ રોડ પર આઈકોન માઈક્રોન કારખાના પાછળના ખરાબામાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરાઈ છે.
મોરબીના મહેન્દ્રનગર નજીક આઈકોન માઈક્રોન કારખાના પાછળના ખરાબામાંથી મધ્યપ્રદેશના દમોહ જીલ્લાના રહેવાસી સુરેશભાઈ બારેલાલભાઈ આદિવાસી ઉવ.૨૬નો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરવામાં આવી છે. હાલ યુવકનું કયા કારણોસર મૃત્યુ થયું તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.






