Friday, December 27, 2024
HomeGujaratટંકારા : હમીરપર ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા બાઈકસવાર બેના...

ટંકારા : હમીરપર ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા બાઈકસવાર બેના ઘટનાસ્થળે મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના રેલનગર મેઇન રોડ ઉપર આવેલ સંતોષનગરમાં રહેતા ટીશાભાઈ ગોગાભાઈ ભરવાડ (ઉ.વ.૬૭) તથા મિતાણા ગામે રહેતા વાલાભાઈ ભાનાભાઇ ભરવાડ (ઉ.વ.૬૨) નામના બે વ્યક્તિઓ આજે સવારે સાડા નવ વાગ્યાના સુમારે ટંકારાના મિતાણા-પડધરી રોડ ઉપર હમીરપર ગામના પાટીયા નજીક જીજે- ૦૩-જેએચ-૧૭૬૦ નંબરના મોટરસાયકલ ઉપર ડબલ સવારીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે આ ડબલ સવાર બાઇકને હડફેટે લેતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી વાલાભાઈ ભાનાભાઇ ભરવાડ અને ટીશાભાઈ ગોગાભાઈ ભરવાડના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બાદમાં બન્ને મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!