ટંકારા તાલુકાનાં નશીતપર ગામે રહેતા પ્રાણજીવનભાઇ મગનભાઇ વિરસોડીયા (ઉ.વ.૪૮) એ આરોપીઓ ગોપાલભાઇ ભટ્ટ, મેરૂભાઇ રામજીભાઇ ભુંભરીયા (રહે-વિરપર તા.ટંકારા) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૬ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામા લજાઇ ગામ વડવાળા હોટલ પાસે આરોપીઓએ ફરીયાદીને તેના ફઇબાના દિકરાના શેડના સાટાખતના રૂપીયા આપવાની બાબતમાં તમે વચ્ચે શા માટે પડો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળા ગાળી કરી લાકડાના ધોકા વડે હાથ-પગમાં માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.









