Friday, March 29, 2024
HomeGujaratટંકારા : લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા બે ઈજાગ્રસ્ત

ટંકારા : લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા બે ઈજાગ્રસ્ત

રાજકોટનાં રહેવાસી કમલેશભાઈ રવિશંકરભાઈ ખંભોળિયાએ આરોપી ઈકો સ્પોર્ટ કાર નં. જીજે-૩૬-એફ-૩૧૩૨નાં ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ જુનનાં રોજ ફરિયાદી તથા તેની સાથેના વ્યક્તિ પોતાના ધંધાનું કામ પૂર્ણ કરી મોરબીથી રાજકોટ પરત આવતા હોય તે દરમ્યાન લજાઈ ગામ નજીક ઓનસ્ટ હોટલ સામે આરોપી ઈકો સ્પોર્ટ કારનાં ચાલકે ઈન્ડીકેટર ચાલુ રાખ્યા વગર અને કોઈ સાઈડ એલર્ટનો ઈશારો કર્યા વગર હોટલમાંથી રોડ ક્રોસ કરી રોડ પર ફરિયાદી તથા સાથેના વ્યક્તિ સાથે અકસ્માત સર્જી ફરિયાદીને જમણા પગમાં મુંઢ ઈજા તથા માથાનાં પાછળનાં ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા કરી હતી તો સાથેના વ્યક્તિને પગમાં તથા ખંભામાં ઈજા પહોંચાડી હતી. ટંકારા પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદનાં આધારે આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!