બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના વિરવાવ ગામે રહેતા અશ્વીનસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૮) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, મૃતક અશ્વીનસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના લગ્ન ને ઘણો સમય થઇ ગયેલ હોય અને સંતાનમા કાંઇ ન હોય જેથી વ્યથીત રહેતા હોય અને ગઇ તા.૨૧/૧૨/૨૦૨૦ ના આશરે છ એક વાગ્યે પોતાના ઘરે પોતે પોતાની મેળે ચણામા નાખવાની ઝરી જંતુનાશક દવા પી લેતા પ્રથમ રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.