Thursday, April 25, 2024
HomeGujaratટંકારાનો માથાભારે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

ટંકારાનો માથાભારે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

ટંકારાના માથાભારે શખ્સ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરતા આરોપીને વડોદરા જેલ હવાલે કરી દેવાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ માથાભારે ઇસમો વિરૂધમાં સખત કાર્યવાહી કરવા સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ તેમજ સીપીઆઇ એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા માથાભારે ઇસમ જુમાભાઇ હાસમભાઇ સુમરાણી (ઉ.વ.૨૭ રહે. ટંકારા મેમણ શેરી તા.ટંકારા) વાળાની વિરૂધમાં પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલી આપેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર દ્વારા જરૂરી કોરોના ટેસ્ટ કરાવી પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!