Saturday, December 14, 2024
HomeGujaratમોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાંથી બાઈક પર વિદેશી દારૂની હેરફેરી કરતાં બે...

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાંથી બાઈક પર વિદેશી દારૂની હેરફેરી કરતાં બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન લીલાપર ગામની સીમમાંથી પસાર થતા બાઇક નંબર જીજે-૦૩-એફબી-૪૨૮૧ને શંકાના આધારે અટકાવવાની કોશિશ કરતા ચાલકે બાઇક મારી મૂક્યું હતું. પોલીસે બાઇકને આંતરી ઉભું રખાવી બન્ને શખ્સો પાસે રહેલા બાચકાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નંબર-૧ બ્રાન્ડની વહીસ્કીની ૩૬ બોટલો કિં.રૂ. ૧૩,૫૦૦/- મળી આવી હતી. આથી પોલીસે વિજય વિક્રમભાઈ દારોદરા (ઉ.વ.૨૫,રહે. લગધીરનગર, નવાગામ) તથા કિરીટ પ્રભુભાઈ ઉચાણા (ઉ.વ.૨૫,રહે. ભડીયાદ, તા. મોરબી) વાળાની અટકાયત કરી બાઇક કિં.રૂ.૧૦,૦૦૦/- અને દારૂ કિં.રૂ.૧૩,૫૦૦/- મળી કુલ ૨૩,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એ.એસ.આઈ. નરવિરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. જયસુખભાઈ વસીયાણી, યોગીરાજસિંહ જાડેજા, પો. કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર, જયદીપભાઈ પટેલ, અનાર્મ લોકરક્ષક પંકજભા ગુઢડા, રવિરાજસિંહ જાડેજા તથા જયેશભાઇ ચાવડા સહિતનાઓ રોકાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!